પાટણ જિલ્લામાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી (GRAM PANCHAYAT ELECTION 2021)શાંતિમય માહોલમાં મતદાન શરૂ થયું છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેના કર્યો છે. તો મતદાન મથકો ઉપર મતદાન કરવા માટે મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
GRAM PANCHAYAT ELECTION 2021: પાટણના મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ - પાટણ ગ્રામ પંચાયત મતદાન
પાટણ જિલ્લામાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં(GRAM PANCHAYAT ELECTION 2021) આજે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જિલ્લાના 456 મતદાન મથકો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સાથે ઠંડીના માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

GRAM PANCHAYAT ELECTION 2021: પાટણના મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
પાટણ મતદાન મથક