- પાટણ જિલ્લાના બે કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાઈ
- વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેનિંગ કરી, સેનેટાઈઝ કર્યા બાદ આપવામાં આવ્યો પ્રવેશ
- એક વર્ગમાં 24 ઉમેદવારો પરીક્ષા આપી શકે તે પ્રમાણેની કરાઈ વ્યવસ્થા
પાટણઃ GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા રાબેતા મુજબ લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં રવિવારે આ પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રના 249 બ્લોકમાં 5964 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને સેનેટાઇઝ, થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પાટણ અને સિદ્ધપુર કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ
પાટણની 18 બિલ્ડિંગોના 210 બ્લોક અને સિદ્ધપુર કેન્દ્રના 4 બિલ્ડિંગના 39 બ્લોકમાં બે સેશનમાં પરીક્ષા યોજાઈ હતી. કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક બ્લોકમાં 24 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં GPSC પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ