સરકાર દ્વારા દરેક વયસ્ક વ્યક્તિને વૃદ્ધ પેન્શન મળી રહે તેમજ વિધવા મહિલાઓ પણ સ્વમાનથી જીવી શકે તે માટે વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શનની યોજના અમલમાં લાવ્યા છે. આ યોજનાનો હજારો લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે. વૃદ્ધ પેન્શન યોજનનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઉંમરનો દાખલો આપવો ફરજિયાત છે.
વય મર્યાદાના દાખલા કઢાવવા પાટણ સિવિલમાં લાભાર્થીઓનો ધસારો - Goverment
પાટણ: સરકાર દ્વારા અમલ કરવામાં આવેલી વૃદ્ધ પેન્શન અને વિધવા સહાયની યોજનાનો લાભ લેવા માટેના ઉંમરના દાખલા આપવાની કામગીરી પાટણ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
વય મર્યાદાનો દાખલો લેવા પાટણ સિવિલમાં થયો લાભાર્થીઓનો ઘસારો
વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાંથી દર બુધવારે ઉંમરના દાખલ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.