- પાટણના જાણીતા સેવાભાવી ગોરધનભાઈ 11 વર્ષથી કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિ
- શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભિક્ષુકો અને ગાંડા ઘેલાને એક સ્થળે એકત્ર કરવામાં આવે છે
- કોરોના મહામારી વચ્ચે પણ ભિક્ષુકોને આપી હૂંફ
પાટણઃ પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે, પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો ગાંડા ઘેલા, દરીદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. પાટણમાં છેલ્લા 11 વર્ષથી બેબા શેઠના નામે જાણીતા ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે માટે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ નગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફુટપાટને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને તેઓને દેવા શેઠે પોતાની જાતે આવા ભિક્ષુકોના વાળ, નખ કાપી, નવડાવી ધોવડાવી નવા કપડા પહેરાવ્યા હતા અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું. સેવા યજ્ઞની આ પ્રેરણા 11 વર્ષ અગાઉ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલની પુત્રી અનાર દ્વારા મળી હોવાનું તેઓએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાને લઇ 12મા વર્ષે પણ આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો, જેમાં સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોઝનો ઉપયોગ કરી દરિદ્રનારાયણની સેવા કરી હતી.