ગુજરાત

gujarat

ETV Bharat / state

PHDની પ્રવેશ પ્રક્રિયાથી HNGUમાં 10 ટકા સવર્ણ અનામત લાગુ કરાઈ - Gujarati News

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે યોજાયેલી PHDની પ્રવેશ પરીક્ષાથી 10 ટકા સવર્ણ અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ સવર્ણ જાતિના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : May 15, 2019, 9:10 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 10 સવર્ણ અનામતનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે, તેનો પ્રથમ અમલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી પહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ વર્ષે યોજાયેલી PHDની પ્રવેશ પ્રક્રિયામાં 10 ટકા સવર્ણ અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક સત્ર માટે યુનિવર્સિટીએ 10 ટકા સવર્ણ અનામતનો લાભ આપવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોને સૂચનાઓ પણ આપવામાં આવી છે.

PHDની પ્રવેશ પ્રક્રિયાથી HNGUમાં 10 ટકા સવર્ણ અનામત લાગુ કરાઈ

સાયન્સ અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ ખૂબ ઊંચું હોય તેવા અભ્યાસક્રમોમાં સવર્ણ જાતિના વિદ્યાર્થીઓને 10 ટકા અનામતનો લાભ મળે તો વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details