ગુજરાત

gujarat

ETV Bharat / state

અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા પાટણ નગરપાલિકાની સામાન્ય સભા રદ

પાટણઃ પાટણ નગરપાલિકામાં ગુરૂવારના રોજ સામાન્ય સભાની બેઠકમાં વિપક્ષના સભ્યોએ એજન્ડા પરના તમામ કામ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપ કરી લેખિતમાં વાંધો રજૂ કરતા સામાન્ય સભાની બેઠક રદ થઈ હતી. પાટણ નગરપાલિકાના પ્રમુખ લઘુમતીમાં મુકાતા વિકાસના કામો અટવાઈ જવા પામ્યા હતા.

general meeting of patan municipality

By

Published : Aug 1, 2019, 5:22 PM IST

પાટણ નગપાલિકામાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી પાટણની રચના કરતા નગરપાલિકામાં ફરીવાર ભાજપનું સાસન અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાર બાદ સત્તાધારી પક્ષના ઉપ પ્રમુખ સામે સાશક પક્ષના સભ્યો એ જ અવિશ્વાસની દરખાસ્ત કરતા પાટણ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું હતું.

ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થાય તે પૂર્વે જ ઉપ પ્રમુખે રાજીનામું ધરી દઈ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. સાથે જ તેમની સાથે અન્ય 5 સભ્યો પણ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. જેને લઈ નગરપાલિકામાં કોંગ્રેસનું જૂથ બળ વધ્યું છે. ત્યારે નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 27 સભ્યોએ ભાજપના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી હોબાળો મચાવતા નગરપાલિકાની સભા રદ્દ થવા પામી હતી.

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા રદ્દ

પાટણ નગરપાલિકાની સામન્ય સભા ચાલુ રાખવા માટે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તુતુ-મેમે જેવી સ્થિતિ સર્જાઇ હતી. જો કે સભ્ય બળના કારણે સામાન્ય સભા ચાલી ન હતી અને આ મામલે નગરપાલિકાના પ્રમુખે વિપક્ષના સભ્યોની વિકાસના કામો મામલે પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ વિપક્ષ પણ મક્કમ રહ્યો હતો અને એજન્ડા પરના કામનો અભ્યાસ કરી આગામી સમયમાં ખાસ સભા બોલાવી વિકાસ લક્ષી કામો મંજૂર કરાવીશું તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details