જામનગરઃ આમ તો દર વખતે જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ જિલ્લા પંચાયત સંકુલમાં યોજાતી હોય છે. જો કે, આ વખતે કોરોનાની મહામારી હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જનરલ બોર્ડ યોજવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ યોજાઈ - જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધવાણીની અધ્યક્ષતામાં યોજાઇ જનરલ બોર્ડ
- કોરોનાના વધતા સંક્રમણ અંગે વ્યક્ત કરાઈ ચિંતા
- કોરોના મહામારીને ડામવા આરોગ્ય વિભાગ દ્વારા નક્કર પગલા લેવા અંગે પણ ચર્ચા વિચારણા
- ગામડાઓના વિકાસમાં અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
- વિવિધ ઠરાવો પણ પાસ કરાયા
જનરલ બોર્ડમાં ખાસ કરીને હાલની જે કોરોના મહામારીની જોવા મળી રહી છે, તે વિશે જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પ્રમુખ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કોરોના મહામારીને ડામવા માટે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ આવી રહ્યા છે, તેની સામે આરોગ્ય વિભાગ દ્વારા નક્કર પગલા લેવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગામડાઓના વિકાસમાં અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ ઠરાવો પણ પાસ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધવાણીની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ યોજાઈ હતી.