ગુજરાત

gujarat

ETV Bharat / state

નોરતાનાં ત્રીજા દિવસે પાટણનું યુવાધન હિલ્લોળે ચઢ્યું - Deesa Highway Road

પાટણમાં આશરો સેવા સંસ્થા દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું (Navratri festival) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ (Garba Lover) ગરબા રમવા આવી રહ્યા છે. સાથે જ તેઓ અવનવી સ્ટાઈલમાં ગરબા રમી માતાજીની આરાધના કરે છે.

નોરતાનાં ત્રીજા દિવસે પાટણનું યુવાધન હિલ્લોળે ચઢ્યું
નોરતાનાં ત્રીજા દિવસે પાટણનું યુવાધન હિલ્લોળે ચઢ્યું

By

Published : Sep 29, 2022, 10:53 AM IST

પાટણશહેરના ડીસા હાઈવે રોડ ઉપર (Deesa Highway Road ) આવેલા ઉપવન બંગ્લોઝ પાસે આશરો સેવા સંસ્થા દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું (Navratri festival) આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ (Garba Lover) અવનવા વસ્ત્રોથી સજ્જ થઈને ગરબે ઝૂમવા આવે છે. તો આ વખતે ખેલૈયાઓમાં પાઘડી અને કેડિયા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

2 વર્ષ પછી ગરબાનું આયોજનવૈશ્વિક કોરોના મહામારીના (corona pandemic) 2 વર્ષ પછી સમગ્ર દેશમાં નવરાત્રિની (Navratri festival) આ વખતે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અહીં ગરબે ઘૂમવા માટે યુવાનો, યુવતીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના દિવસો જેમ જેમ વીતતા જાય છે. તેમ તેમ ખેલૈયાઓમાં (Garba Lover) અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અવનવી સ્ટાઈલમાં ગરબા રમી માતાજીની આરાધના

દરેક જગ્યાએ નવરાત્રિનું આયોજન મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના ત્રીજા નોરતે શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત ખાનગી પાર્ટી પ્લોટોમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવની (Navratri festival) બરાબર રંગત જામી છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન અબાલ વૃદ્ધ સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી સંગીતના શું મધૂર સુરો અને ડીજેના તાલે ટ્રેડિશનલ પહેરવેશમાં રાસ ગરબાની (Garba Lover) ધૂમ મચાવી રહ્યા છે.

ઓરકેસ્ટ્રાએ મચાવી ધૂમ ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે આશરો સેવા સંસ્થા દ્વારા ડીસા હાઈવે રોડ (Deesa Highway Road ) ઉપર આવેલ ઉપવન બંગલોઝ પાસે રંગરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઓરકેસ્ટ્રાના સથવારે નોરતાની ત્રીજી રાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. અલગ અલગ ચણિયાચોળી, ધોતિ, કૂર્તા, પાઘડી, કેડીયામાં સજ્જ થઈ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

ABOUT THE AUTHOR

...view details