ઉલ્લેખનીય છે કે, રાધનપુરમાં એક પછી એક ગાંજાનું વાવેતર ઝડપાઇ રહ્યું છે. પંદર દિવસ અગાઉ SOG પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું. જ્યારે વધુ એક નશીલા કાળા કારોબારને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે.
રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો - patan news
પાટણ: જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામે વાવેતરવાળા વાડામાં રેડ કરી પોલીસે રૂ. 24,93,500 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.
રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો
પોલીસે રાધનપુરના જૂની ધરવડી ગામમાં એક શખ્સના વાડામાં વાવેતર કરેલ 320 જેટલા ગાંજાના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 24,93,500 ની કિંમતનો 249 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસે નારકોટિક્સની પણ મદદ લીધી છે અને આ ગાંજો ક્યાં વેચતો હતો ને કોને આપતો હતો તેની તપાસ હાથ ધરી છે.