ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ઝડપાઈ નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગ - નકલી ડ્રાઈવીંગ લાયસન્સ

પાટણ જિલ્લામાં થોડા દિવસ પહેલા નકલી આરસી સ્માર્ટ બુક બનાવવાના રાજયવ્યાપી (Duplicate license making gang)કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક નકલી ડ્રાઈવીંગ લાયસન્સ(Fake driving license) બનાવવાનું નવું કૌભાંડ સામે આવ્યું.

પાટણમાં ઝડપાઈ નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગ
પાટણમાં ઝડપાઈ નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગ

By

Published : May 23, 2022, 11:32 AM IST

પાટણ:પાટણ જિલ્લામાં L.C.B. પોલીસે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ(Duplicate license making gang) પકડી પાડ્યું છે. જેમાં 4 જેટલા શખ્સોની ગેંગ છે. જે લોકો પાસેથી રૂપિયા લઈ નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપતા હોવાની માહિતી મળી હતી. નકલી લાઇસન્સ બનાવતી 4 શખ્સોની ગેંગમાંથી L.C.B. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે બે શખ્સો હજુ પણ ફરાર છે.

પાટણમાંથી નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો:બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર

ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતી ગેંગ ઝડપાઈ:પાટણ જિલ્લાના L.C.B. પોલીસને બાતમી મળી કે પાટણ તાલુકાના બાલીસણા (Gang caught making fake driving license) નો ભાવિક પટેલ ડુપ્લીકેટ લાઇસન્સ બનાવી આપે છે તેથી પોલીસે તપાસ ચાલુ કરી હતી તે દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે પટેલ ભાવિક ધારપુર ના પીકઅપ સ્ટેન્ડ પાસે ઊભો છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે. પોલીસે તેને આ સ્થળેથી ઉઠાવ્યો હતો અને પોલીસ સ્ટેશન લાવી તેની તલાસી લેતાં તેની પાસેથી ચાર બનાવટી લાઇસન્સ મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેની સાથે બીજા 3 શખ્સો ભેગા મળી નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને તેના રૂપિયા લઇ વેચાણ કરે છે. પોલીસે પટેલ ભાવિક રમેશભાઈ અને ઠાકોર નરેશ ગાંડાજી વિરૂદ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર રહેલા બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .

આ પણ વાંચો:રાજકોટમાં નકલી નોટ છાપનારને કોર્ટે જેલની મહેમાનગતિ માણવાની આપી તક

દંડ આપવાના ડરથી બનાવ્યા લાયસન્સ:પોલીસે ભાવિક પટેલ અને ઠાકોર નરેશજી ગાન્ડાજી ને ઝડપી લઇ તેની તપાસ કરતા તેની પાસેથી છ લાયસન્સ મળી આવ્યા હતા. જેમાં પાટણ, વિજાપુર, ગાંધીનગર R.T.O. કચેરીના સહી સિક્કા વાળા લાયસન્સ મળી આવ્યા હતા. જ્યારે આ ગેંગના મુખ્ય (Duplicate license) લિડર સિંધી ડફેર સુલતાન કરીમ તેમજ મોન્ટુ યાદવ ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડેલા પટેલ ભાવિક અને ઠાકોર નરેશ નું કામ માત્ર પાર્ટીના ડોક્યુમેન્ટ અને પેમેન્ટ લેવાનું હતું જ્યારે ખોટા લાઇસન્સ બનાવવાનું કામ મોન્ટુ યાદવ તેમજ સિંધી ડફેર સુલતાન કરતા હતા. પોલીસને દંડ ન આપવો પડે તે માટે લોકો પાસેથી રૂપિયા લઈને નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવાની કબૂલાત તેમણે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details