મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉજવાતા આ મહોત્સવનુ વિશેષ મહત્વ એ છે કે, વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. જે એક જ કદ અને એક આકારની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે.
પાટણની ગજાનન વાડીમાં 142માં ગણેશ મહોત્સવ પ્રાંરભ થયો
પાટણ: જિલ્લામાં ગજાનન વાડી ખાતે 142માં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ભદ્ર વિસ્તારમાંથી મહારાષ્ટ્રીયન પરીવારના નિવાસસ્થાનેથી શ્રીજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી ગજાનન વાડી ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું.
142મા ગણેશ મહોત્સવ
પાટણમાંથી શરૂ થયેલ આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે. જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.