પાટણઃ દેશના સામાન્ય નાગરિકોને આરોગ્યની દવાઓ સસ્તા અને રાહત દરે મળી રહે તે માટે જન ઔષધી યોજના અંતર્ગત દેશના તમામ શહેરોમાં જેનરિક દવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે, ત્યારે 7મી માર્ચ જન ઔષધ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે પાટણમાં કોમ્પલેક્ષમાં આવેલી જન ઔષધી કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણમાં વડાપ્રધાનના લાઈવ પ્રસારણ થકી જેનરીક દવાઓનું માર્ગદર્શન મેળવ્યું - પાટણ તાજા સમાચાર
ભારત સરકાર દ્વારા 7મી માર્ચને જનઔષધિ દિન તરીકે જાહેર કર્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદીના લાઈવ પ્રસારણને ભાજપના આગેવાનોએ પાટણમાં શ્રી દેવના કોમ્પલેક્સના જન ઔષધી કેન્દ્ર ખાતેથી નિહાળ્યું હતું.
વડા પ્રધાનના લાઈવ પ્રસારણ થકી જેનરીક દવાઓનું માર્ગદર્શન મેળવ્યું
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો એ વડાપ્રધાનના લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાને લાઈવ પ્રસારણ થકી જેનરિક દવાઓથી દેશના નાગરિકોને થતા લાભો અંગેની માહિતી આપી હતી. સાથે જ દવાનો લાભ લેનારા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી હતી.
Last Updated : Mar 7, 2020, 8:19 PM IST