●પાટણ શિહોરી રોડ પર નાયતાનો બ્રિજ ભારે વાહનો માટે બંધ
● પુલની બાજુમાં ડાઇવર્ઝન ના અપાતા ભારે વાહન ચાલકોને મુશ્કેલી
● ૧૦થી વધુ ગામના આગેવાનો અને ભારે વાહન ચાલકોએ ધારાસભ્યને કરી રજૂઆત
પાટણ:શિહોરી હાઈવે પર સરસ્વતી તાલુકાના નાયતા ગામનો જર્જરિત પૂલ (Dilapidated pool of Nayata village) હોવાના લીધે એસટી બસો અને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે આ મામલે ગ્રામજનો અને ટર્બો એસોસિએશન (Turbo Association) દ્વારા આ વિશેપાટણના ધારાસભ્યને રજૂઆત કરાતા તેઓએ તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા (Discussion with road and building department Officers) કરી પૂલની બાજુમાં જ ડાયવર્ઝન આપવા રજૂઆત (Introduction to give diversion right next to the pool) કરવામાં આવી હતી.
શિહોરી હાઈવે પર નાયતા ગામનો પૂલ જર્જરિત હાલતમાં
પાટણ શિહોરી હાઈવે પર નાયતા ગામનો પૂલ જર્જરિત હાલતમાં છે અને નીચેના ભાગમાં મોટી તિરાડો સાથે પોપડા પડી જતા આ પૂલના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી લોખંડની એંગલો નાખી એસટી બસો તેમજ ભારે વાહનોની અવરજવર માટે પૂલ બંધ કરવામાં આવ્યો છે. હાલ આ પ્રકારના ભારે વાહનોને કાચા ત્રણ રસ્તાથી સરીયદ વાયા ઉંદરા થઈને કંબોઈ ચાર રસ્તા પરથી જવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે શિહોરી તરફથી આવતા ભારે વાહનોને નાયતા થઈને વાયા મોરપા, વાગડોદ થઈ ડીસા પાટણ પરથી પસાર થવું પડે છે. જેથી હાઇવે પરના ૧૦ થી વધુ ગામોની પ્રજા અને વિદ્યાર્થીઓ એસટી બસ સેવાથી વંચિત રહે છે.