Patan News: પાટણના સ્વાતંત્ર્ય સેનાની સ્વ મણિભાઈ અમીનનું કલેકટરના હસ્તે કરવામાં આવ્યું સન્માન પાટણ: જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મણિભાઈ અમીન વિશે વાત કરીએ તો સ્વ મણિભાઈ અમીનનો જન્મ તારીખ 10 નવેમ્બર 1923ના રોજ પાટણ જિલ્લાના મણુંદ ગામે થયો હતો. મેટ્રિકમાં હતા ત્યારે હિન્દ છોડો ચળવળમાં શરૂ થતાં સભા સરઘસમાં ભાગ લઈ ચોપાનીયાં વેચતા હતા.
ઉછેરકેન્દ્ર શરૂ કરેલ: આઝાદીના રંગે રંગાયેલા મણીભાઈ અમીને 1942 માં પાટણની અંગ્રેજી શાળા તરીખે ઓળખાતી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમના મિત્રો સાથે ભેગા મળીને સળગાવી હતી.જેથી તેઓ સામે ધરપકડ વોરંટ નીકળતા તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યા હતા ત્રણ મહિના ઉત્તર ભારતમાં રહ્યા પછી તેઓ વર્ધા (મહારાષ્ટ્ર) ખાતે અને ત્યાં મધમાખી ઉછેર ની તાલીમ લીધી હતી ત્યાંની મગનવાડીમાં મધમાખી ઉછેર નિરીક્ષક તરીકે પણ કામ કર્યું હતું.આ સમય દરમ્યાન મહાત્મા ગાંધીજીનું સાનિધ્ય પણ તેઓને સાંપડ્યું. આ પછી અમીનજીએ બારડોલી, સાપુતારા અને માઉન્ટ આબુમાં મધમાખી ઉછેરકેન્દ્ર શરૂ કરેલ હતું.
"સરકાર દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી ના દિવસે નક્કી કરેલી જગ્યા ઉપર મારા પિતાશ્રી નું જાહેર મંચ ઉપર સન્માન કરવામાં આવતું હતું. તેઓ અશક્ત હોવાથી કાર્યક્રમમાં જઈ શકે તેમ ન હોવાથી જિલ્લા કલેકટર નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી દ્વારા ઘરે આવીને તેમનું સન્માન કરવામાં આવતું હતું. જ્યારે આજે મારા પિતાશ્રી હયાત નથી છતાંય સરકારે તેમના વતી મારો સન્માન કર્યું છે. જે મારા માટે ગૌરવ ની વાત છે."--કાંતિભાઈ અમી
97 વર્ષની ઉંમરે:સરપંચ તરીકે 19 રહી ગામની સેવા કરી 1947માં દેશ આઝાદ થયો ત્યારબાદ ભારત સરકારે આઝાદીની લડતમાં થયેલા કેસો પાછા ખેંચ્યા હતા. તે પછી મણીભાઈ અમીન પોતાના વતનમાં આવી ખેતીનો વ્યવસાય શરૂ કર્યો હતો. મણીભાઈ અમી 1961 થી,1969 અને 1975 થી 1985 સુધી મણુંદ ગામમાં સરપંચ તરીકે રહીને સેવાઓ આપી હતી. 1989 થી 1992 સુધી તેઓએ ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગરમાં માનદસેવા આપી હતી. 2020માં નિધન થયું. આઝાદીની ચળવળમાં દેશને સ્વતંત્રતા અપાવવા માટે સિંહ ફાળો આપનાર પાટણ જિલ્લાના મણુદ ગામના મણીભાઈ અમીનનું તારીખ 17 ડિસેમ્બર 2020 ના રોજ 97 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
- Patan Rain: માત્ર બે ઇંચ વરસાદે પાટણ પાલિકાની પ્રિ-મોન્સુન તૈયારીઓની ખોલી પોલ
- Patan Crime : કુણઘેરમાં ગ્રાહકના સ્વાંગમાં સોનીની દુકાનમાંથી ચોરી કરનાર મહિલા ટોળકી ઝડપાઈ