પાટણમાં જન્મથી ખોડખાપણ ધરાવતા બાળકો માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો
પાટણઃ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સ્માઈલ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિઃ શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જન્મથી ખોડખાપણ ધરાવતા નાના બાળકોની ચકાસણી કરવામાં આવી હતી.
પાટણમાં નિઃ શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો
આ મેડિકલ કેમ્પમાં હોઠ અને તાળવું કપાયેલા 32 જેટલા બાળકોની ચકાસણી કરવામા આવી હતી. જેમાં 17 જેટલા બાળકોને ઓપરેશનની જરૂરિયાત જણાતા અટલ સ્નેહ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત અમદાવાદની હોસ્પિટલમાં વિના મુલ્યે ઓપરેશન અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.