ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારપુર સિવિલ હોસ્પિટલમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

ધારપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ તેમના પરિવારજનો માટે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બે ટાઈમનું સાત્વિક ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 300થી વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લઇ રહ્યા છે.

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

By

Published : Apr 28, 2021, 10:02 AM IST

  • દર્દીઓ અને તેમના સ્વજનોને આપવામાં આવી રહ્યું છે સાત્વિક ભોજન
  • રોજના 300થી વધુ લોકો આ ભોજન વ્યવસ્થાનો લઈ રહ્યા છે લાભ
  • દસ દિવસથી હોસ્પિટલમાં ભોજન કેમ્પ શરૂ કરાયો છે

પાટણઃ જિલ્લામાં કોરોના મહામારીનો કહેર વાર્તાઇ રહ્યો છે. પૈસા ખર્ચવા છતાં હોસ્પિટલ્સમાં બેડ, સારવાર, ઇન્જેક્શન, ઓક્સિજન કે વેન્ટિલેટર જેવી સગવડો મળતી નથી, ત્યારે બીજી તરફ વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સ્વજનો માટે બે ટાઈમના ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

આ પણ વાંચોઃપારડીની એક સંસ્થા હોમ ક્વોરેન્ટાઈન પરિવારોને પહોંચાડી રહી છે 2 ટંકનું ભોજન

ભોજન કેમ્પમાં રોજના 300થી વધુ લોકો લાભ લઇ રહ્યા છે

ધારપુર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓને ભોજન માટે તકલીફ ન પડે તેમજ સાત્વિક ભોજન મળી રહે, તેવા હેતુથી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા ધારપુર કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોને વિના મૂલ્યે બે ટાઈમનું સાત્વિક ભોજન આપવામાં આવે છે. છેલ્લા દસ દિવસથી આ ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. આ ભોજન કેમ્પમાં રોજના 300થી વધુ લોકો લાભ લઇ રહ્યા છે. જેમાં દર્દીઓને ફ્રુટ, કઠોળ સહિતનું ભોજન આપવામાં આવે છે.

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

આ પણ વાંચોઃગીર સોમનાથમાં ભારત વિકાસ પરિષદે હોમ ક્વોરન્ટાઈન પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી

દર્દીઓના સગાઓ આ કામગીરીને બિરદાવી રહ્યા છે

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે શરૂ કરાયેલી ભોજન વ્યવસ્થાની હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો સરાહના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details