ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં 13 ફોર્મ ભરાયા - Patan District Panchayat Election

પાટણ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન-ડાઉન શરુ થઇ ગયું છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે પાટણ નગરપાલિકા માટે મંગળવારે વધુ 69 ફોર્મ વિતરણ સાથે બે દિવસમાં કુલ 363 ઉમેદવારી ફોર્મ વિતરણ થયા છે. જ્યારે પાટણ જિલ્લા પંચાયતની બેઠકો માટે 2, હારીજ તાલુકા પંચાયત માટે 1, સમી તાલુકાપંચાયત માટે 2 અને સિધ્ધપુર તાલુકા પંચાયત માટે 3 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત સિધ્ધપુર નગરપાલિકા માટે 5 ફોર્મ ભરાયા છે.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં 13 ફોર્મ ભરાયા
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં 13 ફોર્મ ભરાયા

By

Published : Feb 9, 2021, 10:44 PM IST

  • 28 ફેબ્રુઆરીએ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
  • પાટણ જિલ્લા પંચાયત માટે બે ફોર્મ ભરાયા
  • 9 તાલુકાઓ માટે 6 ફોર્મ ભરાયા

પાટણઃ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને પાટણ, સિધ્ધપુર નગરપાલિકાની આગામી તારિખ 28 મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનારી છે. જેનું જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ મેળવી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.

જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરાવાનું ચાલું

જિલ્લા પંચાયત માટે સોમવારે એક ફોર્મ ભરાયા બાદ મંગળવારે બીજુ ફોર્મ પણ ભરાયું છે. તો 9 તાલુકા પંચાયત પૈકી સિધ્ધપુરમાં 3, હારીજમાં 1, સમીમાં 2 મળી કુલ 6 ફોર્મ ભરાયા છે. જ્યારે સિદ્ધપુર નગરપાલિકા માટે 5 ફોર્મ ભરાયા છે.

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં 13 ફોર્મ ભરાયા

પાટણ નગરપાલિકામાં 363 ઉમેદવારી ફોર્મ વિતરણ

જાહેરનામાના બીજા દિવસે પાટણ નગરપાલિકા માટે મંગળવારે એકપણ ઉમેદવારી ફોર્મ પરત આવ્યું નથી. મંગળવારે 69 ફોર્મ વિતરણ થતાં બે દિવસમાં કુલ 363 ઉમેદવારી ફોર્મ વિતરણ થયા છે.

ABOUT THE AUTHOR

...view details