પાટણ: પાટણમાં સોમવારે કોરોનાથી એક મોત પણ નોંધાયું છે. છીંડીયા દરવાજા પાસે રહેતા પટેલ માધાભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જ્યાં ગત મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.
પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી મનોજ ઝવેરી કોરોના પોઝિટિવ - પાટણમાં કોરોના સંક્રમિત દર્દીઓ
છેલ્લા કેટલાંક દિવસોથી પાટણમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે પાટણ શહેર સહીત જિલ્લામાં વધુ ત્રણ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 151 અને શહેરની સંખ્યા 70 થઈ છે. જ્યારે જિલ્લાનો મૃત્યુઆંક ૧૪ અને શહેરનો મૃત્યુઆંક 9 થયો છે.
જ્યારે પાટણના લાખુખાડમાં રહેતાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી મનોજ ઝવેરીને શરદી ખાંસી થતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત પાટણ શહેરના છીનડીયા દરવાજા પાસે આવેલ પલ્લવી પાર્ક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય બારોટ રાજેન્દ્રભાઈ અને પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રહેતા 38 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તો બીજી તરફ એક સારા સમાચાર પણ સામે આવ્યા હતા જેમાં પાટણના ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતી 69 વર્ષીય મહિલાએ કોરોનાને માત આપતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.