- મેડિકલ ક્ષેત્રનું હબ ગણાતા પાટણમાં કોરોના ઘાતક બન્યો
- અર્જુન મોઢવાડિયાએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
- કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા
પાટણ :કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. જેને કારણે તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા વિવિધ હોસ્પિટલોની મુલાકાત લેવામાં આવી રહી છે. મેડિકલ ક્ષેત્રનું હબ ગણાતા પાટણમાં પણ કોરોના ઘાતક બન્યો છે. ધારપુરની હોસ્પિટલમાં દર્દીઓ માટે પથારીઓ પણ ખુટી પડી છે.
ર્જુન મોઢવાડિયાની કોવિડ હોસ્પિટલની મુલાકાત આ પણ વાંચો : દમણના કોવિડ વોર્ડમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોનાનો ઈલાજ
દર્દીઓને મળી તેઓને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી
સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યે ધારપુર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓને મળી તેઓને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી. ત્યારબાદ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે પણ ચર્ચાઓ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી
સરકારના આગોતરા આયોજનના અભાવે આજે પ્રજા મોતના મુખમાં ધકેલાઈ રહીગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજનના અભાવે આજે પ્રજા મોતના મુખમાં ધકેલાઈ રહી છે. હોસ્પિટલમાં બાયપેપ અને વેન્ટિલેટરની પુરતી સુવિધાઓ નથી. ડૉક્ટરો અને પેરામેડીકલ સ્ટાફને પૂરતો પગાર પણ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ન હોવાનું પણ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.