ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની CM રૂપાણી સાથે બંધબારણે મુલાકાત - BJP

પાટણ: લોકસભા ચૂંટણીને લઈ રાજકીય ઉથલ પાથલ થવા ના એધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પાટણમાં યોજાયેલ જાહેર સભા બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તેઓ સાથે મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસથી છેડો ફાડવો કે નહી તે અંગે બંધબારણે ચર્ચા પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે

By

Published : Apr 8, 2019, 12:26 PM IST

મળતી માહિતી અનુસાર, પાટણના વાગડોદ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે સ્પષ્ટ રીતે જગદીશ ઠાકોર તેમજ પક્ષના મહુડી મંડળ સામે પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેઓની સતત થતી અવગણનાને લઈને જોધાજી ઠાકોર કોંગ્રેસ પક્ષથી નારાજ થયા છે. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત કરી, ત્યારે પણ તે વાતને ગણકારી ન હતી. મને વિશ્વાસમાં લઈને ઉમેદવારી નોંધાવવા બોલાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મારી વાતને ધ્યાને પણ લેવામાં ન આવી. બીજી તરફ જગદીશ ઠાકોરનું નામ જાહેર કરી દીધું હતું.

જોધાજી ઠાકોર

આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમારી માંગણીઓ સંતોષવામાં આવી ન હતી. પક્ષમાં મારી અવગણના થાય તેવા પક્ષથી છેડો ફાડવામાં મને કોઈ જ વાંધો નથી. મારો પરિવાર પણ મારી સાથે જ છે.

હવે પૂર્વ ધારાસભ્ય ના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.હાલ તો રાજ્યના મુખ્યપ્રધાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં જોડાવા આવકાર્યો હતો તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે કહી હતી.

ABOUT THE AUTHOR

...view details