પાટણહડતાલ ઉપર ઉતરેલા વન કર્મચારીઓની બેઠક (Patan Forest Employees meeting) ચાણસ્મા નજીક રૂપપુર ગામે મળી હતી. જેમાં સરકાર માંગણીઓ પૂરી નહીં કરે તો આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ બેઠકમાં પાટણ અને મહેસાણા જિલ્લાના વન રક્ષક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કર્મચારીઓને મળેલા ભથ્થાની જેમ વન કર્મચારીઓને નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી - પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે વધારો
ગુજરાત વન વિભાગના વનપાલ (Gujarat Forest Department Forester) અને વન રક્ષક કર્મચારીઓની સાત દિવસથી હડતાલ (Forest guard employees Strike) ચાલી રહી છે. વન કર્મચારીઓની બેઠક ચાણસ્મા નજીક રૂપપુર મળી હતી. આ હડતાળ મામલે વન્યજીવો માટે ખતરો ઉભો થયો છે. ચાણસ્માના રૂપપુર હરસિધ્ધ માતાના મંદિરે પાટણ (Ruppur Harsiddha Mata temple Chansma) અને મહેસાણા જિલ્લાના વન કર્મચારીઓ એકત્ર થયા હતા અને રણનીતિ ઘડવા કર્મચારીઓ માંગ નહિ સંતોષવા પર ધારણા કર્યા હતા.
હડતાલ અને ધરણા પ્રદર્શન સમગ્ર રાજ્યમાં વિવિધ સંવર્ગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન, હડતાલ અને ધરણા પ્રદર્શનનો કરી રહ્યા છે ત્યારે રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ અને વન રક્ષક કર્મચારીઓ છેલ્લા સાત દિવસથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. છતાં હજી સુધી સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી ત્યારે આગામી દિવસોમાં વિરોધના વિવિધ કાર્યક્રમો કરવા માટે ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે આવેલ હરસિદ્ધ માતાના મંદિર (Ruppur Harsiddha Mata temple Chansma) પરિસર ખાતે પાટણ અને મહેસાણા જિલ્લાના વન રક્ષક અને વનપાલ કર્મચારીઓની બેઠક મળી હતી.
કર્મચારી નોકરી પર હાજર નહીં થાય રાજપુર ખાતે મળેલી વન રક્ષકોની બેઠકમાં (Forest guards meeting in Rajpur) જ્યાં સુધી ગ્રેડ પે વધારો (Police Personnel Increase Grade Pay) ન થાય, પોલીસ કર્મચારીઓને તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું ભથ્થું વન કર્મચારીઓને આપવામાં ન આવે, તથા ભરતી અને ભરતી રેશિયો 1:3નો કરવામાં ન આવે ત્યાં સુધી એક પણ કર્મચારી નોકરી પર હાજર નહીં થાય. તેવો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં પડતર માંગણીઓને લઈને વન રક્ષક કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.