પાટણ જીલ્લા ભાજપ પરિવાર તેમજ સિદ્ધહેમ શાખા દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અંબાજી પગપાળા જનાર પદયાત્રીઓની સેવા કરવા સેવા કેમ્પનું આયોજન કરાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠાના દાંતા નજીક આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. જેમાં પદયાત્રીઓને મેડીકલ સેવા, ખાણી પીણી તેમજ મ્યુઝીક ગ્રુપ દ્વારા મનોરંજન પૂરું પાડવાની વ્યવસ્થાં કરવામાં આવી છે.
અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરાયું - ગુજરાતી ન્યુઝ
પાટણઃ અંબાજી જતા પદયાત્રીઓ માટે ભાજપ પરિવાર અને સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ આયોજન અંગે ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે પત્રકાર પરિષદ યોજી સેવા કેમ્પ અંગેની માહિતી આપી હતી.
ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે કેમ્પનું ઉદ્ધઘાટન નવમી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પાટણ સાંસદ ભરત ડાભી સહીત ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવશે. આ સાથે જ ઇડરના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
સિદ્ધહેમ સેવા કેમ્પમાં ૩૭૦ની કલમ નાબુદ કરવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને અભિનંદન આપવા ૩૭૦ મીટર લાંબા કાપડ પર એક લાખ કરતા વધારે હસ્તક્ષર કરી અભિનંદન પાઠવવાની તેમજ પી.એમ અને ગૃહપ્રધાનના ફોટા સાથે કાશ્મીરના દાલ લેકના સેલ્ફીઝોનની વ્યવસ્થાં કરવામાં આવી છે.