પાટણમા ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરાયું - Gujarati News
પાટણઃ શહેર નજીક આવેલ માખાણીયાપરા વિસ્તારમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘન કચરાના નિકાલ માટેના કમ્પોસ્ટિંગ પ્લાન્ટનુ ખાતમુહુર્ત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
પાટણમા ઘન કચરાના નિકાલ માટે ,પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરાયુ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકાને ઘન કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 8 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.ત્યારે આ ગ્રાન્ટના પ્રથમ હપ્તાની રૂપિયા 75 લાખની આવેલી ગ્રાન્ટનું પાટણ નગરપાલિકાએ ટેન્ડરીગ પ્રક્રિયા કરી માખણીયામાં આવેલ ડમ્પિંગ સાઈડ પર ઘન કચરાના સેગ્રીગ્રેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.