ગુજરાત

gujarat

ETV Bharat / state

Food Safety on Wheels In Patan: પાટણ જિલ્લાને ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન અપાઇ, દર મહિને 15 દિવસ થશે તેલની શુદ્ધતા સહિતની ચકાસણી - દૂધ ઉત્પાદનમાં અશુદ્ધિ

પાટણ જિલ્લાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (food and drug administration Gujarat) દ્વારા ફૂડ સેફટી ઓન વિહલ્સ વાન આપવામાં આવી છે. આ વાન દ્વારા દર મહિને 15 દિવસ તેલમાં થઈ રહેલી ભેળસેળ અને મરી મસાલામાં થઈ રહેલી કલરની ભેળસેળની ચકાસણી કરવામાં આવશે.

Food Safety on Wheels In Patan: પાટણ જિલ્લાને ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન અપાઇ, દર મહિને 15 દિવસ થશે તેલની શુદ્ધતા સહિતની ચકાસણી
Food Safety on Wheels In Patan: પાટણ જિલ્લાને ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન અપાઇ, દર મહિને 15 દિવસ થશે તેલની શુદ્ધતા સહિતની ચકાસણી

By

Published : Feb 17, 2022, 3:35 PM IST

પાટણ: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (food safety and standards authority of india) દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફ્ટી ઑન વ્હિલ્સ વાન (Food Safety on Wheels In Patan)ને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ વાનમાં દૂધની બનાવટો તથા તેલની શુદ્ધતા સહિતની ચકાસણી (Oil purity test Patan) તથા ત્વરિત પ્રાથમિક તપાસ શક્ય બનશે.

વાનમાં દૂધની બનાવટો તથા તેલની શુદ્ધતા સહિતની ચકાસણી કરાશે.

દર મહિને 15 દિવસ કરવામાં આવશે ટેસ્ટિંગ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (department of health and family welfare government of gujarat) હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણ જિલ્લા માટે ફૂડ સેફ્ટી ઑન વ્હિલ્સ વાન ફાળવવામાં આવી છે. દર મહિને 15 દિવસ માટેપાટણ જિલ્લામાં ફાળવવામાં આવેલી વાનમાં રહેલા TPC મશીન દ્વારા તેલમાં રહેલા ટોટલ પોલર કાઉન્ટ (total polar count in oil) દ્વારા તેલમાં ફ્રાય થતાં વારંવાર નાસ્તામાં તેલમાં રહેલા ટ્રાન્સ ફેરી એસિડ કે જે શરીર માટે નુકસાનકારક છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

પાટણ જિલ્લા માટે ફૂડ સેફ્ટી ઑન વ્હિલ્સ વાન ફાળવવામાં આવી.

આ પણ વાંચો:Patan Radhanpur murder: રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મરી-મસાલામાં કલરની ભેળસેળની પણ થશે ચકાસણી

આ સાથે દૂધ અને દૂધની બનાવટો (Impurity in milk product)માં થતી યુરિયા, ડિટરજન્ટ, વેજીટેબલ ફેટ જેવા એડલરૂટની હાજરી તેમજ ફેટ અને સોસિડનોન ફેટ જેવી ભેળસેળની સ્થળ પર જ ચકાસણી કરી શકાશે. સાથે સાથે મરી-મસાલામાં કલરની ભેળસેળની પણ પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસણી કરી શકાશે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ દ્વારા પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો (Rural areas of Patan district)માં લાયસન્સ કે રજિસ્ટ્રેશન અને ભેળસેળ તેમજ કાયદાકીય બાબતોથી પાટણ જિલ્લાની જનતાને માહિતગાર કરી લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે દિશામાં સઘન તપાસણી કરી શકાશે.

આ પણ વાંચો:Eder Angdia robbery: ઇડર આંગડિયા લૂંટનો ભેદ પાટણ પોલીસે ઉકેલ્યો

જિલ્લામાં કોઈપણ ખાદ્ય વેપારીને ત્યાં ઓચિંતી તપાસ કરાશે: જિલ્લા કલેક્ટર

પાટણ જિલ્લાની જનતાને માહિતગાર કરી લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે દિશામાં સઘન તપાસણી કરી શકાશે.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, પાટણ જિલ્લા માટે શરૂ કરવામાં આવેલી ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન દ્વારા ગમે તે સમયે રેસ્ટોરન્ટ્સ કે કરિયાણાની દુકાન જેવા જિલ્લાના કોઈપણ ખાદ્યના વેપારી એકમોમાં જઈ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે. જો ખાદ્ય સામગ્રીની ચકાસણીમાં કોઈ ભેળસેળ કે ચેડા જોવા મળશે તો વિક્રેતા સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details