પાટણઃ કોરોના વાઈરસને કારણે ચાલતાં લોકાડઉન દરમિયાન નશાખોરોને નશો કરવાની વસ્તુઓ મળવી મુશ્કેલ છે. જેથી તેઓ કેટલીક દવાઓનો ઉપયોગ નશા માટે કરતા થયાં છે. પાટણમાં નશાખોરી માટે વપરાતી એલોપેથીની દવાઓનો એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
લોકડાઉનમાં દવાનો દુરઉપયોગ કરનારા સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી - ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ
કોરોના વાઈરસને કારણે ચાલતાં લોકાડઉન દરમિયાન નશાખોરોને નશો કરવાની વસ્તુઓ મળવી મુશ્કેલ છે. જેથી તેઓ કેટલીક દવાઓનો ઉપયોગ નશા માટે કરતા થયાં છે. પાટણમાં નશાખોરી માટે વપરાતી એલોપેથીની દવાઓનો એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીના આધારે પાટણ ખાતે આવેલા સાંઇ કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે કોડીન ઘટક ધરાવતી કફ સિરપ તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે તે જગ્યાએ રેડ પાડી હતી. આ દરમિયાિન જગ્યાએથી કોડીન સિરપ 840, ટ્રેમાડોલ 3200 કેપ્સુલ તથા અલ્પ્રાજોલમનો 58,200 ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ત્રણેય દવાઓ મે. સી.બી. હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રદેશ દ્રારા ઉત્પાદન કરવામાં આવેલા તથા વી.કેર ફાર્મા, કલોલ, ગાંધીનગર દ્વારા માર્કેટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
આ દવાઓ માન્ય પરવાનગી વગરની જગ્યાએ સંગ્રહ કરી તેનું મોટા પાયે ખરીદ-વેચાણ કરી આવી દવાઓનો નશા માટે ઉપયોગ થતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. આ સાથે જ નાર્કોટીક કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી નાર્કોટીક કંટ્રોલના અધિકારીઓને સાથે રાખી ઉપરોક્ત દવાઓ પંચનામાં હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ દવાઓ જીમિત પટેલ, વૈરાઇ ચકલા, પાટણની માલિકીની હોવાનું તપાસમાં જણવા મળેલ છે. આ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, દર્શાવેલ છે.જે આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવ્યું છે.
આમ, નશાકારક દવાઓનો મોટા જથ્થો અસામાજીક તત્વો દ્રારા ખરીદ-વેચાણ કરાતુ હોય તેમની ઉપર નાર્કોટીંગ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.