ગુજરાત

gujarat

ETV Bharat / state

ROAD ACCIDENT: પાટણ-મહેસાણાના પાંચ યુવાનોના હરિયાણામાં માર્ગ અકસ્માતમાં મોત - undefined

હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત થયા છે. ક્રેટા ટ્રોલી સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રોલી ચાલક ટ્રોલી સ્થળ પર મુકીને નાસી ગયો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

ROAD ACCIDENT
ROAD ACCIDENT

By

Published : Aug 11, 2023, 10:46 AM IST

પાટણ: ઝજ્જર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે પર ફરી એકવાર ઝડપી ગતિથી ચાર લોકોના ભોગ લેવાયા છે. એક ઝડપભેર ક્રેટા વાહન એક ટ્રોલી સાથે અથડાયું હતું. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર માટે બહાદુરગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ રોહતક રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત બદલલી અને બુપાનિયા ગામ વચ્ચે KMP એક્સપ્રેસમાં થયો હતો.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત:પાટણ અને મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજના પાંચ યુવાનો પશુધન ખરીદવા હરિયાણા ગયા હતા. અચાનક વાહને તેનું સંતુલન ગુમાવ્યું અને તે પાછળથી આવતી ટ્રોલી સાથે અથડાયું. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં પાટણ જિલ્લાના ધીણોજના સીતાપુરા અને કમલપુરના ત્રણ યુવાનો અને મહેસાણા જિલ્લાના ચિત્રોડીપુરા અને સામેત્રા ગામના બે યુવાનો મળી પાંચેયના મોત નીપજ્યા હતા. મૃતકોના સ્વજનો મૃતદેહ લેવા હરિયાણા જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવકોના મોતને લઈને ગામમાં શોક: આ ઘટના સવારે સાડા સાત વાગ્યે KMP એક્સપ્રેસ વે પર બની હતી. અહીં 5 લોકો ગુજરાત નંબર ક્રેટા વાહનમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ ધીણોજમાં થતા ભારે ગમગીની છવાઈ હતી અને મૃતક યુવાનોના ઘરે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં થયેલ આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મહેસાણા જિલ્લાનો ચૌધરી યુવાન દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે.

" અકસ્માત થયેલ વાહન ગુજરાત નંબરનું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે. સંબંધીઓ બહાદુરગઢ પહોંચ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે જ સમયે, અકસ્માત થતાં જ ટ્રોલી ચાલક ટ્રોલી સ્થળ પર છોડીને નાસી ગયો હતો. તેની ધરપકડ માટે પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે." - ડીએસપી અરવિંદ દહિયા

  1. Surat News: સુરતમાં નોકરીમાંથી કાઢી મુકતા દારૂડિયા ડ્રાઇવરે જલદ પ્રવાહી નાંખી બે ટેમ્પો સળગાવી નાખ્યાં, ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ
  2. પર મંદિરમાં કપડાં કાઢી યુવકે મૂર્તિઓની કરી તોડફોડ, પોતાના માથાના જ વાળ સળગાવ્યા, ઘટના CCTVમાં કેદ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details