ગુજરાત

gujarat

ETV Bharat / state

સમીના ગુજરવાડા ગામે કૂવામાં ગરકાવ થતાં ગેસ ગળતરથી 5ના મોત - કૂવામાં ગરકાવ થતા 5ના મોત

પાટણ: જિલ્લાના સમી તાલુકાના ગુજરવડા ગામે શૌચાલયના કુવા પરનો પથ્થર તૂટતા પરિવારના મોભીનો કૂવામાં ગરકાવ થયો હતો. તેમણે બચાવવા જતા પત્ની સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ મળી કુલ પાંચ લોકોના ગેસ ગળતરથી મોત થતા છે. આ ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

sami

By

Published : Sep 17, 2019, 11:31 PM IST

ગુર્જરવાડા ગામે મંગળવારે સાંજે નાડોદા સિંઘવ રતિલાલ જલા પોતાના ઘરના શૌચાલયના કુવા પર ઉભા રહી ઝાડની લટકી પડેલી ડાળીઓ કાપી રહ્યાં હતાં. જે દરમિયાન કુવા પરનો પથ્થર તુટી જતાં તેઓ અંદર ગરકાવ થયા હતાં. તેમની પત્ની બચાવવા કૂવામાં ઉતરતા ગરકાવ થઈ હતી. પતિ-પત્નીની બુમો સાંભળી ઘરના અન્ય સભ્યો પણ દોડી આવ્યાં હતા. તેઓને બચાવવા કૂવામાં ઉતરતા ગેસ ગળતરથી ગુગળાઇ જવાથી પતિ-પત્ની સહિત ઘરના ત્રણ સભ્યો મળી પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. જ્યારે એક ઈસમને બેભાન અવસ્થામાં બહાર કાઢી તેને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સમીના ગુજરવાડા ગામે કૂવામાં ગરકાવ થતા, ગેસ ગળતરથી 5ના મોત

એક જ પરિવારના 5 વ્યક્તિઓ કૂવામાં ગરકાવ થવાના સમાચાર ગામમાં ફેલાતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થતા પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.

મૃતકોના નામઃ
1 નાડોદા સિંધવ રતિલાલ જલાભાઈ
2 નાડોદા સિંધવ રંજન બેન રતિલાલ
3 નાડોદા સિંધવ રતાભાઈ જલાભાઈ
4 નાડોદા સિંધવ રાજાભાઈ પંચાણભાઈ
5 નાડોદા સિંધવ અજાભાઈ ગગજીભાઈ

ABOUT THE AUTHOR

...view details