ગુજરાત

gujarat

ETV Bharat / state

First Electric Trail Train in Patan: પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ, DRM સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ - First Electric Trail Train in Patan

પાટણમાં પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રાયલ ટ્રેન દોડાવવામાં (First Electric Trail Train in Patan) આવી હતી. પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મહેસાણા પાટણ કાંસા ભીલડી રેલવે લાઈનને મીટરગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરવામાં આવી છે. ત્યારબાદ મહેસાણાથી પાટણ સુધીના રેલવે ટ્રેક પર વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થતા પશ્ચિમ રેલવેના DRM તરૂણ જૈન સહિતના અધિકારીઓએ આ ઈલેક્ટ્રિક લાઈનનું (electric engine train between Patan Mehsana for the first time) નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે ઈલેક્ટ્રિક એન્જિન અને 10 કોચ સાથેની પ્રથમ ટ્રેન પાટણથી મહેસાણા વચ્ચે દોડાવી હતી.

First Electric Trail Train in Patan: પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ, DRM સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
First Electric Trail Train in Patan: પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ, DRM સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

By

Published : Jan 21, 2022, 9:27 AM IST

પાટણઃ મહેસાણા પાટણ કાંસા ભીલડી રેલવે લાઈનનું વિદ્યુતિકરણ કરવા 106 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. 91 કિલોમીટરની આ રેલવે લાઈન પર પાટણ મહેસાણા વચ્ચેનું વિદ્યુતિકરણનું (Conversion of Patan meter gauge line to broad gauge) કામ પૂર્ણ થયું છે. ત્યારે પશ્ચિમ રેલવેના DRM, CRS સહિત રેલવેના અધિકારીઓએ ઈલેક્ટ્રિક લાઈનનું નિરીક્ષણ (Electrification of Patan Mehsana train) કર્યું હતું. ઈલેક્ટ્રિક એન્જિન અને 10 કોચ સાથેની પ્રથમ ટ્રેન ટ્રાયલના ભાગરૂપે પાટણ-મહેસાણા વચ્ચે (First Electric Trail Train in Patan) દોડાવી હતી. તો રેલવેના અધિકારી કર્મચારીઓની ટીમ રેલવે સ્ટેશન (electric engine train between Patan Mehsana for the first time) પર આવી પહોંચતા ચહલપહલ જોવા મળી હતી.

રેલવે સ્ટેશન પર ઝડપી સુવિધા મળે તે માટે ગયા બજેટમાં કામને અપાઈ મંજૂરી

આ પણ વાંચો-રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

રેલવે સ્ટેશન પર ઝડપી સુવિધા મળે તે માટે ગયા બજેટમાં કામને અપાઈ મંજૂરી

પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કર્યા (Conversion of Patan meter gauge line to broad gauge) બાદ પાટણથી કાંસા ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માગ ઊઠી હતી, જે પૂર્ણ થયા પછી મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા તેમ જ પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવ નિહાળવા આવતા દેશવિદેશના પ્રવાસીઓ અને પાટણવાસીઓને લાંબા અંતરની ટ્રેનો પાટણ રેલવે સ્ટેશન પરથી જ ઝડપી સુવિધા મળી રહે તે માટે મહેસાણા પાટણ કાંસા ભીલડી લાઈનનું વિદ્યુતિકરણ (Electrification of Mehsana Patan Kansa Bhildi Line) કરવાના કામને ગત રેલવે બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું.

પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ

આ પણ વાંચો-Railway Year Ender 2021: વર્ષ દરમિયાન રેલવે સાથે જોડાયેલી હતી આ મોટી ઘટનાઓ, જાણો એક ક્લિક પર...

91 કિલોમીટરની રેલવે લાઈન પર ઈલેક્ટ્રિક પોલ નાખવાની કામગીરી શરૂ

જોકે, અંદાજે 106 કરોડ રૂપિયાના ખર્ચે 91 કિલોમીટરની આ રેલવે લાઈન પર યુદ્ધના ધોરણે ઈલેક્ટ્રિક પોલ અને વીજ તાર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 91 કિલોમીટરની આ લાંબી લાઈન ઉપર મહેસાણા-પાટણ વચ્ચેનું કામ (Electrification of Patan Mehsana train) પૂર્ણ થતાં ગુરુવારે પશ્ચિમ રેલવેના DRM તરુણ જૈન, CRSની ટીમ સાથે પાટણ આવ્યા હતા અને આ ઈલેક્ટ્રિક લાઈનનું જાત નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ રેલવેના અધિકારીઓએ એન્જિનની વિધિવત રીતે પૂજા કર્યા બાદ ટ્રાયલના ભાગરૂપે ઈલેક્ટ્રિક એન્જિન સાથે 10 કોચનું પરિક્ષણ કરી ટ્રેન પાટણ-મહેસાણા વચ્ચે દોડાવી હતી. CRSના 100થી વધુ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ સાથેની ટીમ પાટણ રેલવે સ્ટેશનની આવી પહોંચતા ભારે ચહલપહલ જોવા મળી હતી.

DRM સહિતના અધિકારીઓએ ટ્રેનનું કર્યું નિરીક્ષણ

અમદાવાદ મંડળની તમામ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિનથી દોડતી થશે: DRM પશ્ચિમ રેલવે

પાટણ સ્ટેશનથી લાંબા અને ટૂંકા અંતરની ઈલેક્ટ્રિક ટ્રેનનો દોડતી થવાનો DRMએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ રેલવેના DRMએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસીઓને રેલવેની ઝડપી ટ્રેન સુવિધા મળી રહે તે માટે તમામ ટ્રેનોને ઈલેક્ટ્રિકથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તમામ રેલવે ટ્રેકોનું વિદ્યુતિકરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મંડળની તમામ ટ્રેનો ડીઝલ એન્જિનના બદલે ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક એન્જિનથી દોડતી થશે, જેના કારણે ઈંધણની બચત થશે. ગુડઝ ટ્રેનો પણ ઈલેક્ટ્રિક એન્જિનથી દોડાવવામાં આવશે. આથી ઝડપી અને વધુ ટ્રેનોની સેવા પ્રવાસીઓને મળી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાંસા ભીલડી પાટણ મહેસાણા રેલવે ટ્રેક (Electrification of Mehsana Patan Kansa Bhildi Line) ઉપર પાટણ-મહેસાણા રેલવેલાઈનનું વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થયું છે, જેનું નિરિક્ષણ કરી આજે પ્રથમ પરિક્ષણ ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પાટણ રેલવે સ્ટેશન પરથી લાંબા અને ટૂંકા અંતરની ઈલેક્ટ્રિક ટ્રેનો દોડતી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details