પાટણ : સરકાર દ્વારા 15થી 18 વર્ષના તરૂણોને વેક્સિન(Vaccine for 15 to 18 year olds) આપવાની શરુઆત કરવામાં આવી છે. જિલ્લાની 257 શાળાઓ, 60 કોલેજો અને 12 ITI ના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાએ ન જતા તરુણો મળી કુલ 98,000 જેટલા તરુણો નોંધાય છે, જેમાં આરોગ્ય વિભાગની મહેનત અને રસી લેવા માટે યુવાનોની ઉત્સુકતાને કારણે જિલ્લામાં 66,000 તરૂણોને વેક્સિન આપવામાં આવી છે.
પાટણ જિલ્લામાં 66,000 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો આગામી દિવસોમાં સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરાશે: જિલ્લા આરોગ્ય અધિકારી
જિલ્લામાં હાલમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જિલ્લા આરોગ્ય અધિકારી આર્યેએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં 3 જાન્યુઆરીથી તરુણોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 15થી 18 વર્ષના 98,000 તરૂણોના લક્ષ્યાંક સામે 66,000 તરૂણોને રસી આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે, આગામી દિવસોમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરી શકાશે.
પાટણ જિલ્લામાં 66,000 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો આ પણ વાંચો :Corona Vaccination for Children:આજથી 15થી 18 વર્ષનાં બાળકોને રસી આપવાની શરૂ, આણંદ 15થી 18 વર્ષનાં બાળકોને આપવમાં આવી રસી
આ પણ વાંચો : Covid 19 Vaccination: 15થી 18 વય જૂથનું રસીકરણ આજથી થશે શરૂ, સાત લાખ બાળકોનું થયું રજીસ્ટ્રેશન