ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પોલિસ હેડ ક્વાર્ટર ખાતે 'નહી નફો નહી નુકશાન' સાથે ફટાકડા સ્ટોલનો પ્રારંભ

જિલ્લા પોલીસ(Patan Police) હેડક્વાર્ટર ખાતે દિવાળી પર્વને અનુલક્ષીને 10 દિવસી માટે હંગામી ફટાકડાના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે સ્ટોલને વિધિવત રીતે ગુરુવારે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ઉદઘાટન કરી શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો. સાથે જ પોતાની અને અન્ય લોકોની સલામતીની કાળજી રાખી ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરવા જિલ્લા વાસીઓને અનુરોધ કર્યો હતો

પાટણ પોલિસ હેડ ક્વાર્ટર ખાતે 'નહી નફો નહી નુકશાન' સાથે ફટાકડા સ્ટોલનો પ્રારંભ
પાટણ પોલિસ હેડ ક્વાર્ટર ખાતે 'નહી નફો નહી નુકશાન' સાથે ફટાકડા સ્ટોલનો પ્રારંભ

By

Published : Oct 28, 2021, 4:33 PM IST

  • દિવાળી પર્વને લઈ પોલિસ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોલ કાર્યરત કરાયો
  • નહી નફો નહી નુકશાન વાજબી ભાવે આપવામા આવે છે ફટાકડા
  • પોલિસ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ફટાકડા સ્ટોલ કરવામાં આવે છે

પાટણઃ પાટણમાં પોલીસ(Patan Police) પરિવારોનાં લાભાર્થે પાટણ પોલિસ દ્વારા દર વર્ષે દિપાવલીના પર્વ પ્રસંગે નગરજનોને વ્યાજબી ભાવે સારી કોલેટીના ફટાકડા મળી રહે તે હેતુથી જિલ્લા પોલીસ હેડ કોટર ખાતે ફટાકડા સ્ટોર(Fireworks store) કાર્યરત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ હેડ કોટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં ખાસ કરીને શીવાકાશીની પ્રખ્યાત કંપનીના વિવિધ પ્રકાર અલગ અલગ જાતના 60થી વધુ વેરાયટીના ફટાકડા વેચાણ માટે મુકવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોરમાં સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટીના સાધનો તેમજ વોટર બાઉઝર સહિતના સુરક્ષાને લગતા તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

પાટણ પોલિસ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોલનો પ્રારંભ

આ ઉપરાંત કોરોનાને લઈ સરકારના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ફટાકડા સ્ટોલમાંથી જે આવક થશે તે પોલીસ પરિવારના લાભાર્થે વાપરવામાં આવશે તેમજ જિલ્લાવાસીઓને પોતાની અને બીજા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ફટાકડા ફોડવા અનુરોધ કર્યો હતો.

અહીં બજાર કરતા વ્યાજબી ભાવે મળે છે ફટાકડા: ગ્રાહકો

પોલીસ હેડક્વાર્ટર ખાતે ફટાકડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો આ સ્થળેથી ફટાકડા ખરીદવા માટે આવી રહ્યા છે. અહીંની વ્યવસ્થા તેમજ સારી ક્વોલિટીના ફટાકડા હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા છેલ્લા આઠ વર્ષથી ફટાકડા સ્ટોલ કાર્યરત કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ સ્ટોર કાર્યરત કર્યો છે. સાથે સાથે લોકોને વ્યાજબી ભાવે મિઠાઈ અને ફરસાણ પણ મળી રહે તે માટેનો સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યું, શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343એ પહોંચ્યો

આ પણ વાંચોઃ ફટાકડા બનાવવા માટે હજુ પણ પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ થાય છે: SC

ABOUT THE AUTHOR

...view details