ગુજરાત

gujarat

ETV Bharat / state

શંખેશ્વર નજીક ટ્રકમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ - પાટણ

શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામ પાસે ઘાસચારો ભરેલી મીની ટ્રકને જીવંત વીજ વાયર અડી જતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. જોકે ચાલકની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Fire in truck near Shankheshwar news
Fire in truck near Shankheshwar news

By

Published : Nov 11, 2020, 9:12 AM IST

●સુબાપુરા ગામની સીમમાં ઘાસચારાની ગાડીમાં લાગી આગ

● વીજ વાયર આઇસર ગાડીને અડી જતા લાગી આગ

● ચાલકે સમય સુચકતા સુચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી

પાટણઃ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામ પાસે ઘાસચારો ભરેલી મીની ટ્રકને જીવંત વીજ વાયર અડી જતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. જોકે ચાલકની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ આગમાં ઘાસચારો અને મીની ટ્રક બળીને ખાખ થયા હતા.

કઇ રીતે લાગી આગ

શંખેશ્વર તાલુકાનાં સુબાપુરા ગામની સીમમાંથી એક આઇસર ગાડીમાં ઘાસ ભરીને લઈ જવાતું હતું, ત્યારે અચાનક ઉપરથી પસાર થતી વિજલાઈનના વાયરને અડકી જવાતા ઘાસ ભરેલ મીની ટ્રકમાં આગ લાગી હતી. જેની જાણ થતાં જ ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા વાપરીને ટ્રકને સલામત રીતે હંકારી ખુલ્લી જગ્યામાં મુકી દેતા જાનહાનિ ટળી હતી.

આગને કારણે ઘાસચારો બળીને ખાખ

અગન જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આગની લપેટમાં ઘાસનો જથ્થો પલભરમાં જ રાખમાં ફેરવાઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details