ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કારમાં લાગી આગ, 2 વ્યક્તિનો આબાદ બચાવ - gujarat news

પાટણઃ શહેરમાં રસ્તા પર પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. યુનિવર્સીટી રોડ પરથી ડીસા ત્રણ રસ્તા તરફ જઈ રહેલ કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક સહીત તેમાં સવાર બે વ્યક્તિઓ પોતાનો જીવ બચાવી કારની બહાર નીકળી ગયા હતા.

સ્પોટ ફોટો

By

Published : May 2, 2019, 6:44 AM IST

જયારે આગ એટલી ભયાનક હતી કે ગાડી સળગીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાના પગલે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો, અને લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. બાદમાં ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી. આ આગ કયા કારણથી લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. જો કે, ગાડીમાં સવાર ઇસમોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

પાટણમાં કારમાં લાગી આગ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ગરમી તેની ચરમ સીમાએ છે. તેવામાં ચાલતી કારમાં આગ લાગવા પાછળ ગરમીનું વાતાવરણ જવાબદાર હોય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details