પાટણ: સાંતલપુર તાલુકામાં આવેલા એશિયાના સૌથી મોટા સોલર પાર્ક (Fire At Charanka Solar Park)માં બપોરના સમયે વિક્રમ-1ના સોલાર પ્રોજેક્ટ (Vikram 1 solar project)માં વીજ સ્પાર્કથી એકાએક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે અફડાતફડી મચી હતી. જો કે ફાયર બ્રિગેડ (Santalpur Fire Brigade)ની વિવિધ ટીમોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગથી વિક્રમ કંપનીને અંદાજે 3 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે.
અહીં આગ પર કાબૂ મેળવવા માટે ન તો ફાયર સ્ટેશન છે અને ન તો સાધન સામગ્રી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક (Asia's largest solar park) આવેલો છે, જેમાં અનેક કંપનીઓના સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે. આ કંપનીના સંચાલકો દ્વારા સરકારના નીતિનિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ સોલાર પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ હોવા છતાં અહિંયા કાળી રાતે પણ કંપની દ્વારા આગ લાગે ત્યારે તેના ઉપર કાબૂ મેળવવા ફાયર સ્ટેશન કે અન્ય કોઈ સાધન સામગ્રી (fire safety at charanka solar park)ની વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ પણ વાંચો:Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા