પાટણ નગરપાલિકાના નવા મકાન માટે હાલ ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે મજૂરો ખોદકામ કરી રહ્યાં હતાં તે દરમિયાન ધરતીમાં ધરબાયેલું એક ભોંયરૂ મળી આવતા આ ભોંયરાને જોવા લોકો નગરપાલિકામાં ધસી આવ્યા હતા. 15 ફૂટ જેટલા ઊંડા આ ભોંયરામાં 3 રસ્તાઓ જતા હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. નગર પાલિકા ખાતે મળી આવેલા આ ભોંયરાને લઈ લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
પાટણમાં ખોદકામ દરમિયાન ભોંયરું મળ્યું, લોકોમાં બન્યો ચર્ચાનો વિષય
પાટણ: શહેરની નગરપાલિકા કેમ્પસ ખાતે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ધરતીમાં ધરબાયેલું ભોંયરૂ મળી આવ્યું છે. આ ભોંયરામાં 3 રસ્તાઓ ક્યાં નીકળતા હશે તે એક જાણકારી સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
પાટણમાં ખોદકામ દરમિયાન મળ્યું ભોંયરું, લોકોમાં બન્યો ચર્ચાનો વિષય
પાટણ નગરપાલિકાએ આ ભોંયરા અંગેની કોઈ જાણ પુરાતત્વ વિભાગને કરી નથી. આ ભોંયરૂ જુના સમયમાં પાણી સંગ્રહ કરવા માટેનું મોટું ટાકું હોય તેવું નગરપાલિકાના સત્તાધીશો માની રહ્યા છે.