પાટણ: સિદ્ધપુર ખાતે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિયાઝુદ્દીન અને અકબરમીયાં નામના બે યુવાનોને લોકડાઉનનો ઉલ્લંધન કરવા બદલ પકડીને પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં પુત્રો પકડાયા હોવાની જાણ પિતા મયુદ્દીનને થતા તેઓ પોલીસ મથકે આવ્યા હતા અને ફરજ પરના PI વી.એન.મહીડા સાથે બોલાચાલી બાદ ગુસ્સામાં PI પર હુમલો કર્યો હતો. હુમલામાં PIને માથાના ભાગે ઈજા થતા તેઓને સારવાર માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિદ્ધપુરમાં લોકડાઉનનો ઉલ્લંધન કરનારા બે પુત્રોને બચાવવા પિતાએ PI પર હુમલો કર્યો - સિદ્ધપુરમાં લોકડાઉનનો ઉલ્લંધન કરનાર બે પુત્રોને બચાવવા પિતા
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે લોકડાઉનના ભંગ બદલ પોલીસે પુત્રોને પકડતા તેઓને છોડાવવા ગયેલા પિતાએ પોલીસ સ્ટેશનમાં જ PI પર હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે આ મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
![સિદ્ધપુરમાં લોકડાઉનનો ઉલ્લંધન કરનારા બે પુત્રોને બચાવવા પિતાએ PI પર હુમલો કર્યો સિદ્ધપુરમાં લોકડાઉનનો ઉલ્લંધન કરનાર બે પુત્રોને બચાવવા પિતાએ પીઆઈ પર કર્યો હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6819452-45-6819452-1587047525206.jpg)
સિદ્ધપુરમાં લોકડાઉનનો ઉલ્લંધન કરનાર બે પુત્રોને બચાવવા પિતાએ પીઆઈ પર કર્યો હુમલો
જ્યાં તબીબોએ તેમની સારવાર કરી હતી. PIને માથાના ભાગે બે ટાંકા આવ્યા હતા. સિદ્ધપુરમાં ફરજ પરના PI પર થયેલા હુમલાને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સિધ્ધપુર દોડી આવ્યા હતા. સિદ્ધપુર પોલીસે હુમલો કરી નાસી છૂટેલા મયુદ્દીન સૈયદ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.