પાટણ :પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સોશિયલ મીડિયામાં યુવક અને યુવતીના પ્રેમ સંબંધોની વાતો વાઇરલ(Love affair stories go viral on social media) થઇ હતી તે બાબત પર વધુ માહિતી આપવા પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, યુવક અને યુવતીનું ઘર એકબીજાથી નજીક હતું તેમજ નાનું ગામ હોવાથી બંને વચ્ચે માત્ર પરિચય હતો. ભોગ બનનાર યુવતીએ પોતાના નિવેદનમાં આ વાત જણાવે છે. હુમલો કરનાર યુવકને એક તરફી પ્રેમ હશે જેના કારણે તે યુવતીના ઘરે જાય છે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરે છે અને ત્યાર બાદ હુમલો કરે છે પણ યુવતીને યુવક સાથે પ્રેમ હોવાનું તપાસમાં સાબિત થતું નથી.
આ પણ વાંચો : Attack on Police in Ahmedabad: નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ