પાટણ જિલ્લાની ભૌગોલિક સ્થિતી વિશે વાત કરીએ તો કચ્છને અડીને આવેલો જિલ્લો છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ધારીત લોકો છે. વરસાદના આવે તો તેની અસર ખેતી સાથે ખેડૂતોના જીવન પર પણ પડે છે. ચાલુ વર્ષે પાટણમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં એરંડા, કપાસ, કઠોળ, શાકભાજી અને ઘાસચારા નું વાવેતર કર્યું છે.
પાટણમાં ખેડુતો માટે આશીર્વાદ સમાન બનશે વરસાદ
પાટણ: સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ગત વર્ષે પાટણ જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતી સર્જાઇ હતી. જેના પગલે ચાલુ વર્ષમાં થયેલા વરસાદને કારણે ખેતીને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસથી મેધમહેર થતા ખેડૂતોનું આ વર્ષ ફળદાયી નીવડે તેવી આશા ધરતીપુત્રો સેવી રહ્યા છે.
પાટણમાં ખેડુતો માટે આશીર્વાદ સમાન બનશે વરસાદ
આ ઉપરાંત ખરીફ પાકોમાં 1.71 લાખ હેકટર જમીનમાં ખેડૂતોએ કપાસ,કઠોળ,બાજરી,ઘાસચારોનું વાવેતર કર્યું છે. પાટણ જિલ્લામાં સરેરાશ 581 mm વરસાદની સામે હાલ 277 mm વરસાદ જ પડ્યો છે. એટલે કે સિઝનનો 47 ટકા જ વરસાદ વરસ્યો છે.