ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત - ગુજરાતમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં પલટાયેલા વાતાવરણની અસર ગુરુવાર રાતથી પાટણ પંથકમાં પણ વર્તાઈ છે. મધ્યરાત્રીએ ઝરમર વરસાદ બાદ દિવસ દરમિયાન પણ વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એકાએક વાતાવરણમાં પલટો આવવાથી રવિ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

By

Published : Dec 12, 2020, 3:14 PM IST

  • પાટણના વાતાવરણમાં આવ્યો પલટો
  • વહેલી પરોઢે કમોસમી વરસાદી ઝાપટુ
  • કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન ભીતી

પાટણઃ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો પાટણ પંથકમાં પણ તેની અસર વર્તાઇ છે. ગુરુવારે મધ્યરાત્રીએ આકાશ વાદળછાયું બન્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. તેમજ વહેલી પરોઢે માવઠું થયું હતું. તો દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

કમોસમી વરસાદથી ખેડૂતની ચિંતામાં વધારો

જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી રવિ પાકોમાં જીવાત પડવાની સંભાવનાઓ ખેડૂતો સેવી રહ્યા છે. જો આગામી દિવસોમાં આવું વાતાવરણ રહેશે અને વધુ વરસાદ થાય તો રવિ પાકને મોટું નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

વધુ નુકસાન ન થાય તે માટે ખેડૂતો કરી રહ્યા છે પ્રાર્થના

એકાએક પલટાયેલા વાતાવરણને લઇ ચાલુ વર્ષે અતિવૃષ્ટિનો ભોગ બનેલા પાટણ પંથકના ખેડૂતોમાં ચિંતાની લકીર ખેંચાઈ છે. ખેડૂતો પર પડતા ઉપર પાટુ ન પડે તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે દિવસ દરમિયાન ઠંડું વાતાવરણ રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details