ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેમદાવાદમાં ફાટક ખોલવા ખેડૂતોની માગ, ટ્રેન રોકી દર્શાવ્યો વિરોધ - મહેમદાવાદના રાધનપુર

રાધનપુરઃ મહેમદાવાદના રાધનપુર તાલુકાના કોલ્હાપુર માર્ગ પર આવેલી રેલવે ફાટક બંધ કરાતાં ખેડૂતોએ રેલવે ટ્રેક પર સુઈ જઈ ટ્રેન રોકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મહેમદાવાદમાં ખેડૂતોએ ફાટક ખોલવા મામલે રેલ રોકી વિરોધ દર્શાવ્યો
મહેમદાવાદમાં ખેડૂતોએ ફાટક ખોલવા મામલે રેલ રોકી વિરોધ દર્શાવ્યો

By

Published : Jan 3, 2020, 9:25 AM IST

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ અને કોલ્હાપુર ગામ વચ્ચે જૂના રસ્તા પર આવેલી રેલવે ફાટક રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. મહેમદાવાદ ગામના 200થી વધુ ખેડૂતોની જમીન ફાટકની સામેની બાજુએ આવેલી છે, જેથી ખેડૂતોને પોતાના ખેતરોમાં અવર-જવર કરવામાં અને ખેતીના જરૂરી સાધનો લાવવા લઇ જવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી.

મહેમદાવાદમાં ફાટક ખોલવા ખેડૂતોની માગ, ટ્રેન રોકી દર્શાવ્યો વિરો

આ મામલે ખેડૂતોએ અનેકવાર રેલવે વિભાગ અને જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી ફાટક ખોલવાની માગ કરી હતી. તેમ છતા તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં ફાટક મામલે કોઈ હકારાત્મક નિર્ણય ન કરાતા 2 જાન્યુઆરીના રોજ 200થી પણ વધુ ખેડૂતો રેલવેના પાટા પર સુઈ જઈ રેલ રોકો આંદોલન કર્યું હતું. આ ટ્રેક પરથી પસાર થતી માલગાડીને રોકી રેલવે તંત્ર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાને પગલે અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જ્યાં ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details