પાટણ: જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ (Department of Agriculture) દ્વારા પણ અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેતનભાઇ વાઢેરે રાસાયણિક ખેતીને અલવિદા કહી પોતાની 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથીચણાનું વાવેતર કર્યું (Planted chickpeas by natural method) છે.
કુદરતી રીતે ચણાની ખેતીમાં 10 હજારનો થયો ખર્ચ
રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા કેતનભાઇ વાઢેરે આ બંને ખેતી વચ્ચેનો તફાવત જણાવતાં હતું કે, અગાઉ રાસાયણિક પદ્ધતિથી ચણાની ઉપજ મેળવવા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવમા રૂપિયા 50 હજાર જેટલો ખર્ચ થતો હતો તેની સામે પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં 5 ઘણો ખર્ચ ઓછો થયો છે અને રૂપિયા 10 હજારના નજીવા ખર્ચમાં ચણાના પાકનું વાવેતર થયું છે.