પાટણના કોલ્હાપુર રોડ પરનુ રેલ્વે ફાટક ખુલ્લુ રખવા ખેડુતોએ આપ્યુ આવેદનપત્ર
પાટણઃ રાધનપુર તાલુકાના મહેમદાવાદ કોલ્હાપુર રોડ પરનુ રેલ્વે ફાટક બંધ કરાતા ખેડુતોએ રાધનપુર પ્રાંત કચેરીમાં જઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડુતોના હિતમા આ રેલ્વે ફાટક ખુલ્લુ કરવાની માંગ કરી છે.
રાધનપુર તાલુકાના મહેમદાવાદ- કોલ્હાપુર ગામ પરથી પાલનપુર ગાંધીધામ સુધીની રેલ્વે લાઈન પસાર થાય છે. હાલમા આ રેલ્વે લાઇન પર નવી ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી રેલ્વે વિભાગ દ્રારા આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. ફાટક બંધ કરવામાં આવતા ફાટકની આસપાસ આવેલા ખેતરોમાં અવર જ્વર કરવા માટે ખેડુતોને ભારે હાલકિઓ વેઠવી પડે છે. ત્યારે ગામના આગેવનોએ,તેમજ ખેડુતોએ રાધનપુર પ્રાંત કચેરી ખાતે એકત્ર થઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી જણાવ્યું હતુ કે, આ રેલ્વે લાઇન સિંગલ હતી ત્યારે પણ ખેડુતો આ ફાટક પરથી પોતાના પશુઓ,ટ્રેક્ટર લઇને ખેતરોમા અવરજવર કરતા હતા. પણ હાલમાં આ ફાટક બંધ કરી દેતા ખેડુતોને ભારે હાલાકિઓ વેઠવી પડે છે.