બહુજન ક્રાંતિ મોર્ચાના રાષ્ટ્રિય સંયોજક વામન મેશ્રામના વડપમ હેઠળ 26 જૂને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રાષ્ટ્રવ્યાપી EVM ભાંડફોડ પરિવર્તન યાત્રાએ પ્રસ્થાન કર્યું હતુ. આ યાત્રા 17 રાજ્યોના 180 લોકસભા ક્ષેત્રમાં ફરી દેશની ચૂંટણીઓમાં EVMની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો સંદેશો આપનાર છે.
પાટણમાં EVM ભાંડાફોડ યાત્રાનું આગમન, જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને લીધા આડે હાથ
પાટણ: બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા કાશ્મીરથી નીકળેલી EVM પરિવર્તન યાત્રા રવિવારે સાંજે પાટણ પહોંચી છે. અહીં આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતુ. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ યાત્રા સભામાં ફેરવાઈ હતી. આ યાત્રાનો હેતુ ચૂંટણીમાં બેલેટ પેપરથી કરાવવાનો છે.
આજે આ યાત્રા પાટણ લોકસભા ક્ષેત્રમાં આવી પહોંચી હતી. જ્યાં બહુજન ક્રાંતિ મોરચાના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતુ. આ બાદ યાત્રા પાટણના મુખ્ય માર્ગો પર ફરી હતી, તેમજ બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત કરાયેલ ડો. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી આંબેડકર ભવન ખાતે સભા કરવામાં આવી હતી. સભામાં આગેવાનોએ જણાવ્યું હતુ કે આઝાદીના 70 વર્ષ થયા છતાં કચડાયેલા લોકોની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. અનુસૂચિત જાતિના લોકોને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ EVM હોવાનો આક્ષેપ કર્યો હતો. EVMના કારણે દેશનું સંવિધાન ખતમ થયું હોય ઉપરાંત લોકતંત્રને બચાવવા ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન કરાવવું જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
વડગામથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધતા જણાવ્યું હતુ કે મનુવાદ અને મૂડીવાદના ગઠબંધનના કારણે દેશના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. રસીકરણના અભાવે બાળકો મોત થાય છે. સરકારી હોસ્પિટલો છીનવાઈ રહી છે. ત્યારે આ મૂડીવાદ અને મનુવાદ સામે લડવા માટે વિપક્ષની આશા રાખ્યા વિના આપણે બધાએ સંગઠિત થઈ લડત આપવા આહ્વાન કર્યું હતુ.