પાટણશહેર સહિત જિલ્લામાં ગઈકાલે મધરાતથી અત્યાર સુધી ધોધમાર વરસાદ વરસી (Heavy Rain in Patan) રહ્યો છે. અહીં મધરાતથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદના કારણે ઠંડક પ્રસરી છે તો બીજી તરફ અનેક જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત (Public life in Patan became chaotic) થયું હતું.
પ્રવેશદ્વારો બંધશહેરના પ્રવેશદ્વારો જ વરસાદના કારણે (Heavy Rain in Patan) બંધ થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં પ્રવેશવાનો એક માત્ર યુનિવર્સિટી રોડ જ ચાલુ હોવાથી આ રોડ ઉપર ચારે તરફ ટ્રાફિકજામ (Traffic jam problem in Patan) જોવા મળ્યો હતો. તો જિલ્લામાં સૌધી વધુ અઢી ઈંચ વરસાદ રાધનપુર તાલુકામાં અને સૌથી ઓછો 7 મિમી વરસાદ શંખેશ્વર તાલુકામાં નોંધાયો છે.
વરસાદની ચોથી ઈનિંગ શરૂ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 4 દિવસના વિરામ બાદ વરસાદની (Heavy Rain in Patan) ચોથી ઈંનિંગ શરૂ થઈ છે. જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો અનરાધાર વરસાદ બીજા દિવસે સવારથી જ ચાલુ રહેતા વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું. સવારના સમયે શાળા કૉલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓ (School college students in trouble) વેઠવી પડી હતી.