પાટણ : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની (Smartphone Assistance Scheme) જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પાટણના ખેડૂતોમાં ભારે ઉત્સાહ (Enthusiasm Among Farmers to Buy Phones in Patan) જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતો સ્માર્ટ મોબાઈલ ફોનથી વિવિધ ખેડૂતલક્ષી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ફોનની ખરીદી પર 6 હજારની સહાય
મોબાઇલ ફોનની ખરીદી ઉપર 6 હજારની સહાય આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. આ યોજનાને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા વ્યાપક પણે પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 340 મોબાઇલ ફોનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેની સાથે અત્યાર સુધીમાં ખેડૂત આઈ પોર્ટલ ઉપર 994 JIO મળેલી છે. જેમાંથી 766 JIO એલિજિબલ થઈ છે. તેમજ 340 ખેડૂતોની અરજીઓને (Application to buy a Smartphone) મંજૂરી આપવાની કામગીરી હાલ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.