ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના રસી મેળવવા પાટણ જનરલ હોસ્પિટલના બન્ને ડૉકટરમાં ઉત્સાહ

પાટણ શહેર સહિત જિલ્લામાં શનિવારથી કોવિડ 19ની રસી આપવાનો પ્રારંભ થશે. ત્યારે આ રસી માટેની તમામ તૈયારીઓ આરોગ્ય તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે. હાલમાં આ રસી પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને જ આપવાની હવાથી રસીનો પ્રથમ ડોઝ પાટણ જનરલ હોસ્પિટલના ENT સર્જન ડૉ. હેમેન્દ્ર મહેતા અને પેથોલોજી ડૉ. દિપક પટેલને આપવામાં આવશે.

પાટણ જનરલ હોસ્પિટલ
પાટણ જનરલ હોસ્પિટલ

By

Published : Jan 15, 2021, 8:03 PM IST

  • પાટણ સિવિલ હોસ્પિટલમાં શનિવારે કોવિડ 19 રસી અપાશે
  • હોસ્પિટલના બે તબીબોને આપવામાં આવશે પ્રથમ રસી
  • બન્ને તબીબોએ રસી લેવા દાખવી ઉત્સુકતા

પાટણ : શહેરમાં આવેલી પાટણ જનરલ હોસ્પિટલમાં શનિવારે સાંસદ ભરત ડાભીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને કોવિડ 19ની રસી આપવામાં આવશે. આ અંગે ETV BHARATની ટીમે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારા ENT સર્જન ડૉ. હેમેન્દ્ર મહેતા અને પેથોલોજી ડૉ. દીપક પટેલ સાથે ચર્ચા કરી હતી.

કોરોના રસી મેળવવા પાટણ જનરલ હોસ્પિટલના બન્ને ડૉકટરમાં ઉત્સાહ

પોતાની અને પરિવારની સુરક્ષા માટે કોરોના રસી લેવા માટે શહેરીજનોને આહવાન

બન્ને તબીબોએ રસી લેવા ઉત્સુકતા દાખવતા જણાવ્યું હતું કે, આ અગાઉ પણ અનેક બીમારીઓની આવી રસીઓ સરકાર દ્વારા દરેક વ્યક્તિને આપવામાં આવી છે. કોવિડ 19ની આ રસી પણ અન્ય રસીઓની જેમ જ વિવિધ પરીક્ષણો બાદ તૈયાર થઈ છે. માટે ખોટી અને ભ્રામક અફવાઓમાં દોરાયા વિના પોતાની અને પરિવારની સુરક્ષા માટે કોરોના રસી લેવા માટે શહેરીજનોને આહવાન કર્યું હતું.

પાટણ સિવિલ હોસ્પિટલમાં શનિવારે કોવિડ 19 રસી અપાશે

ધારપુર કોલેજમાંથી વેક્સિનના 120 ડોઝ પાટણ જનલર હોસ્પિટલ ખાતે લવાયા

ધારપુર મેડિકલ કોલેજના વેક્સિન સેન્ટરથી પાટણ જનરલ હોસ્પિટલમાં શુક્રવારે સાંજે કોરોના વેક્સિનના 120 ડોઝ લાવી કોલ્ડ ચેઇન રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details