ગુજરાત

gujarat

ETV Bharat / state

નગરપાલિકાની વાહન શાખાના શૌચાલયની ગટર ઉભરાતા કર્મચારીઓ ત્રસ્ત - ઉભરતી ગટર

પાટણ નગરપાલિકામાં દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાલિકા કેમ્પસમાં આવેલા વાહન શાખાના શૌચાલયની ગટરલાઈન ચોક અપ બની દુર્ગંધ મારતું પાણી સમગ્ર કેમ્પસમાં ફેલાતા 70 જેટલા કર્મચારીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. છેલ્લા દસ દિવસથી ચારેબાજુ દુર્ગંધ મારતું પાણી ફેલાઈ રહ્યું છે અને કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી.

દસ દિવસથી નગરપાલિકા કેમ્પસમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે
દસ દિવસથી નગરપાલિકા કેમ્પસમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે

By

Published : May 28, 2021, 2:31 PM IST

  • પાટણ નગરપાલિકામાં દીવા તળે અંધારું
  • દસ દિવસથી નગરપાલિકા કેમ્પસમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે
  • દુર્ગંધ મારતા પાણીથી કર્મચારીઓના આરોગ્ય ઉપર ખતરો

પાટણ: શહેરમાં ભૂગર્ભ ગટરો ચેકઅપ બની ઊભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી આ કામગીરીમાં મહોલ્લા, પોળો અને જાહેર માર્ગો ઉપર ઉભરાતી ગટરોની રજૂઆતોનું નિરાકરણ જલ્દી આવતું નથી. ત્યારે હવે નગરપાલિકા કેમ્પસમાં પણ ગટરો ઊભરાવવા માંડી છે. કર્મચારીઓની રજૂઆતો છતાં છેલ્લા દસ દિવસથી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં હેરાન પરેશાન બન્યા છે.

દુર્ગંધ મારતા પાણીથી કર્મચારીઓના આરોગ્ય ઉપર ખતરો

આ પણ વાંચો: પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

રોગચાળાનો ભય સતાવી રહ્યો

પાટણ નગરપાલિકાના વાહન શાખાના શૌચાલયની ગટર લાઈન ચોકઅપ બની છે. જેના કારણે છેલ્લા દસ દિવસથી દુર્ગંધ મારતું પાણી ચારે બાજુ રેલાય છે. એક બાજુ કોરોના મહામારી અને ધોમધખતા તડકા વચ્ચે દુર્ગંધ મારતા પાણીથી કર્મચારીઓની હાલત કફોડી બની છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે

કોન્ટ્રાક્ટર સામે અગાઉ પણ સામાન્ય સભામાં સવાલો ઉઠ્યા હતા

ભૂગર્ભ ગટર શાખાની લાલિયાવાડી અને સમયસર કામગીરી મામલે કોન્ટ્રાક્ટર સામે અગાઉ પણ સામાન્ય સભામાં સવાલો ઉઠ્યા હતા. હવે નગરપાલિકા કેમ્પસમાં જ છેલ્લા દસ દિવસથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પગલાં ભરાશે ખરા...? તેમ કર્મચારીઓ કહી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details