- અંદાજીત 106 કરોડના ખર્ચે મહેસાણાથી પાટણ ભીલડી રેલવે લાઈનનું થઈ રહ્યું છે વીજળીકરણ
- 91 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર વીજપોલ નાખવાની કામગીરી પુરજોશમાં
- ઈલેક્ટ્રીક ટ્રેનોની અવરજવરથી પાટણને ઝડપી રેલ સુવિધા મળશે
પાટણ: વર્ષો જૂની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવી તેને પાટણથી કાસા, ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માગણી પૂર્ણ થયા બાદ મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા તેમ જ પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવ નિહાળવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને અને પાટણના નગરજનોને પાટણ રેલવે સ્ટેશનથી રેલવેની ઝડપી સુવિધા મળી રહે તે માટે મહેસાણા -પાટણ-કાંસા- ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાની માગણી ઊઠી હતી.
આ પણ વાંચો- જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મેગા ડીમોલિશન કરાયું
આ કામગીરી મહેસાણાથી પાટણ વચ્ચે ચાલી રહી છે
આ માંગણીને અનુલક્ષી ગત રેલવે બજેટમાં 91 કિલોમીટર લાંબી આ રેલવે ટ્રેક પર વીજળીકરણ કરવાના કામને મંજૂરી મળી હતી. જેને અનુલક્ષી ઓક્ટોબર 2020 પશ્ચિમ રેલવે દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી નવેમ્બર 2020માં મહેસાણાથી રેલવે ટ્રેક પર વીજળીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી મહેસાણાથી પાટણ વચ્ચે ચાલી રહી છે અને આગામી દિવસોમાં પાટણથી ભીલડી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે.