- પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
- નગરપાલિકા સભાખંડમાં યોજાશે ચૂંટણી
- ભાજપ સંગઠનમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામ અંગે ચાલી રહ્યું છે ચિંતન
પાટણ: કલેક્ટરે જારી કરેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની અધિસૂચનામાં જણાવ્યું છે કે, પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટાયેલા સદસ્યોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. જેથી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 15 માર્ચ 2021ના રોજ 11:00 વાગ્યે નગરપાલિકાના સભાખંડમાં યોજાશે. નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચોથા રોસ્ટર પોઈન્ટ મુજબ મહિલા ઉમેદવાર નક્કી થયેલા છે. આ માટે અધ્યાસી પ્રમુખ અધિકારી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે.
આ પણ વાંચો:17 માર્ચના રોજ રાજકોટ જિલ્લા અને 11 તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખોની થશે વરણી