- સિદ્ધપુરમાં સનનગરમાં મહિલાની હત્યા
- રસોઈ બનાવવા બાબતે થઇ હત્યા
- દારૂના નશામાં જેઠે કરી ભાભીની હત્યા
પાટણ: સિધ્ધપુર શહેરના સનનગરમાં સામાન્ય વાતને લઇ જેઠે તેની ભાભીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ મૃતક મહિલાએ ગુરૂવારે સાંજે શાકમાં મરચું વધારે નાખતા બોલાચાલી થઇ હતી. જે બાદમાં આરોપીએ ઉશ્કેરાઇ જઇ મહિલાને પેટના ભાગે છરીના ઘા મારતાં તેનું મોત નીપજયું હતુ.