ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા પાટણ ધારાસભ્યના સૂચનો - લોકડાઉનમાં અર્થતંત્રને મોટો ફટકો

રાજ્યમાં કોરોના મહામારી અને લોકડાઉન ને પગલે અર્થતંત્રને મોટો ફટકો પડયો છે, ત્યારે પાટણના જાગૃત અને અભ્યાસુ ધારાસભ્યએ રાજ્યના અર્થતંત્રને ફરી વેગવાન બનાવવા કેટલાક સૂચનો સાથે લેખિત રજૂઆત કરી છે.

Eight suggestions made by Patan MLA
ડો. કિરીટ પટેલે અર્થતંત્રને ધબકતું કરવા 8 સૂચનો

By

Published : May 30, 2020, 5:54 PM IST

પાટણઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે અર્થતંત્રને ધબકતું કરવા 8 સૂચનો કર્યા છે. જેમાં રાજ્યમાં 68 લાખ ખેત મજૂરો છે. તેમના જનધન ખાતામાં દર મહિને રૂપિયા 1000 છ માસ સુધી જમા કરાવવા. ખેત મજુરોને કોઈ વીમા યોજના હેઠળ આવરી લેવાયા ન હોવાથી તેમને કોઈ લાભ મળતો નથી. આ કપરા સમયમાં તેમને આ લાભ આપવો જોઇએ. મુખ્યપ્રધાન પાક યોજના માટે રૂપિયા 300 કરોડની જોગવાઇ ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી છે, તે વધારીને રૂપિયા 3000 કરોડ કરીને ખેડૂતોને તેનો લાભ આપવામાં આવે.

કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે અર્થતંત્રને ધબકતું કરવા 8 સૂચનો કર્યા

ખેડૂતોએ આ વર્ષે મબલખ પાક ઉગાડ્યો હોવા છતાં તેઓ બજારોમાં વેચી શકતા નથી તેના કારણે તેમના ઘણાં નાણા ફસાયેલા છે. આથી રવિ પાકની જાહેર ખરીદી માટે યોગ્ય વ્યવસ્થા સત્વરે કરવામાં આવે અને ટેકાના ભાવમા રાજ્ય સરકાર તરફથી 15 ટકા વધારાની રાહત ઉમેરી ખેડૂતોને તેમના પાકના નાણા ચૂકવવામાં આવે.

રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા પાટણ ધારાસભ્યના સૂચનો

રાજ્યના કુલ ખનીજ ફંડની રકમ રૂપિયા 5700 કરોડ જમા પડી છે. આ રકમમાંથી ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રાહત તરીકે રોકડ સહાય પૂરી પાડવા માટે પણ જરૂરી વહીવટી વ્યવસ્થા કરવામાં આવે. બાંધકામ અને અન્ય અસંગઠિત મજુરોના કલ્યાણ બોર્ડમાં આશરે રૂપિયા 2800 કરોડ જમા છે, તે રકમમાંથી બોર્ડમાં નોંધાયેલા દરેક બાંધકામ મજૂરના બેંક ખાતામાં રૂપિયા 1000 દર મહિને છ માસ સુધી જમા કરાવવા જેથી નવા મજૂરોને નોંધણી માટે પ્રોત્સાહન મળે. સરકારમાં ચાર લાખ કરતા વધારે કર્મચારીઓ કોંટ્રાક્ટ અને આઉટસોર્સ પદ્ધતિથી ઘણા ઓછા પગાર પર કામ કરે છે તે સૌને બિન શરતી કાયમી કરીને નિયમિત પગારમાં સમાવવામાં આવે.

ગુજરાતમાં લઘુ અને મધ્યમ એકમોની સંખ્યા 1,15,000 છે એટલે કે, માત્ર 25 ટકા એકમો દ્વારા જ પગાર ચૂકવવામાં આવ્યો છે અને બાકીના કામદારોને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આથી કામદારોની સ્થિતિ ગંભીર બની છે. આ તમામ વંચિત કામદારોને દર મહિને રૂપિયા 5000 હજાર લેખે છ માસ સુધી સીધા તેમના બેંક ખાતામાં નાણા ચૂકવવામાં આવે. તમામ પ્રકારની વસ્તુઓ વેચતા લારી ગલ્લા, ધોબી કપડાંને ઇસ્ત્રી કામ કરનારા બાંધકામ મંજૂરી ખેત મજુરો નાસ્તો બનાવીને વેચતા ફેરિયાઓ વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને તેમના બેંક ખાતામાં મહિને ઓછામાં ઓછા રૂપિયા 5,000 આપવાની વ્યવસ્થા સમય સુધી સરકાર દ્વારા કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details